30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો મંજુર કરવા બાબત

30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો નિવૃત્તિ લાભો માટે મંજુર કરવા બાબતે નાણા વિભાગના તા.૨૬/૦૭/૨૦૨૦નાં પત્ર ક્રમાંક તસમ-૧૦-૨૦૨૦-૭૯૫-ઘ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

જે સ્પષ્ટતા મુજબ ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩૯(૧) થી કરવામાં આવેલ જોગવાઈ મુજબ ઇજાફો જે મહિનામાં ઉપાર્જિત થાય તે મહિનાની પહેલી તારીખથી મળવાપાત્ર થાય છે.

આ જોતા, જે કર્મચારી 30 જૂનના રોજ નિવૃત્ત થાય તેઓના કિસ્સામાં નિવૃત્તિ પહેલા ૧૨ માસની સેવા પૂર્ણ કરી હોય તો પણ કર્મચારી નિવૃત્તિ બાદ ૧ જુલાઈના રોજ કર્મચારી રહેતા નથી પરંતુ પેન્શનર બની જાય છે.

તે બાબતને ધ્યાનમાં રાખતા નિવૃત્તિ બાદ ૧ જુલાઈના રોજ ઇજાફો મળવાપાત્ર બનતો નથી.

ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો, ૨૦૦૨ ના નિયમોમાં આ પ્રકારનો નિવૃત્તિ બાદનો નોશનલ ઇજાફો ચૂકવવાની જોગવાઈ કરવામાં આવેલ નથી. આમ, ૩૦મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઈજાફો નિવૃત્તિ લાભો માટે મળવાપાત્ર નથી.

Amazon.in પરથી અદ્યતન સુધારાવાળા ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ નાં નિયમો ખરીદવા માટે નીચેનાં ફોટોગ્રાફ પર ક્લિક કરો

નાણા વિભાગનો આ સ્પષ્ટતા પત્ર ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

Clarification on Increment of 1st July to Pensioners