મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત

તાજેતરમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે ગુજરાત સરકાર દ્વારા માર્ચ – 2020થી જુલાઈ – 2020 સુધી લોકડાઉન જાહેર કરેલ હતું. જેના કારણે 60 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરો ઘરની બહાર નીકળી ન શકવાને લીધે માર્ચ માસ કે તે પછીના બિલમાં ડોક્ટરની સહી કરાવી શકેલ નથી. જ્યારે પેન્શનરો દ્વારા દવાખાનામાં પ્રતિ સહી કરાવવા બિલો રજુકરવામાં આવ્યા ત્યારે બિલો છ માસ કરતા વધુના હોવાથી સહી કરવાનો ઇનકાર કરેલ છે. જેથી પેન્શનરોના તથા અન્ય કર્મચારીઓના બિલો મંજુર થઇ શકેલ નથી. આ બાબત લક્ષમાં લેતા સરકારશ્રીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૧૨/૧૧/૨૦૨૦ના પરિપત્ર ક્રમાંક એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ (પા.ફા.-૨) અ.૧ થી નીચે મુજબની સૂચના પરીપત્રિત કરેલ છે.

કોરોના મહામારીને ધ્યાને લેતા નાણાકીય વર્ષ 2020-21 માટે 15 માર્ચ 2020 થી 15 સપ્ટેમ્બર 2020 સુધીના છ માસના સમયગાળાને ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો 2015ના નિયમ 16.1 અંતર્ગત છ માસની સમયમર્યાદામાં બિલો રજુ કરવાના સમયગાળા માટે ગણતરીમાં લેવામાં આવશે નહીં.

દા. ત. જેમણે 15 જાન્યુઆરી 2020માં સારવાર લીધી હોય તેઓએ છ માસની સમયમર્યાદા સામાન્ય સંજોગોમાં 15 જુલાઈ 2020 માં પૂરી થાય. પરંતુ, આ બિલ 15 માર્ચ 2020 થી 15 સપ્ટેમ્બર 2020 સુધીનો સમયગાળો માફ કરતા 15 જાન્યુઆરી 2021 સુધી પ્રતિ સહી કરી શકાશે.

≡ 15 જાન્યુઆરી 2020 થી 14 માર્ચ 2020 (બે મહિના)
≡ 15 માર્ચ 2020 થી 15 સપ્ટેમ્બર 2020 (સમયગાળો માફ)
≡ 16 સપ્ટેમ્બર 2020 થી 15જાન્યુઆરી 2020 (ચાર મહિના)

આ વધારેલ સમયમર્યાદા ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો ૨૦૧૫ના તમામ લાભાર્થીઓને લાગુ પડશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો તારીખ 12/11/2020નો પરિપત્ર ડાઉનલોડ કરવા નીચેની લીંક ઉપર ક્લિક કરો

મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત