Gujarat Government LTC Package Calculator and Office Order

નાણા વિભાગ-ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક: મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ, તા.૨૨/૧૨/૨૦૨૦ના મુજબ રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં / વિકલ્પે ફકત LTC બ્લોક વર્ષ: ૨૦૧૬-૧૯ માટે ખાસ રોકડ પેકેજ યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

જે યોજના મુજબ કર્મચારી કે અધિકારીશ્રી પ્રવાસમાં ગયા વગર આ ઠરાવની જોગવાઈ મુજબ ખરીદી કરીને સૂચિત ભાડું અને રજાનું રોકડમાં રૂપાંતર મેળવી શકે છે.

આ યોજનાનો મૂળ ઠરાવ નીચેની લીન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

LTC Block 2016-19 Package Date 22-12-2020

આ ઠરાવ મુજબ કોઈ કર્મચારી કે અધિકારીશ્રી દ્વારા ખર્ચ કરીને અરજી સાથે બિલો/વાઉચરો અને ચૂકવણીના આધારો રજૂ કર્યેથી સક્ષમ અધિકારીશ્રી દ્વારા તે મંજુર કરવાનો આદેશ કરવો પડે છે. જે આદેશનો નમૂનો તૈયાર કરવામાં આવેલ છે.

આદેશની સોફ્ટ કોપી (MS Word) ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીન્ક પર ક્લિક કરો.

LTC Cash Package Office Order – GAS Cadre

ઉપરોક્ત આદેશની સાથે ગણતરી પત્રક પણ જોડવાનું છે. જે ગણતરી પત્રકની MS Excel ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીન્ક પર ક્લિક કરો.

LTC Package Calculator GAS Cadre

Ξ ઉપરોક્ત ગણતરી પત્રકની MS Excel ફાઈલ અંગે અગત્યની સૂચના

  • MS Excel ફાઈલમાં જે CELL માં લાલ કલરના અક્ષર લખેલા છે તે ફક્ત પાંચ CELL માં જ જરૂરી વિગત ભરવાની છે .
  • પગાર અને ગ્રેડ પે છઠ્ઠા પગારપંચ મુજબ દર્શાવવાના છે.
  • ઠરાવના મુદ્દા ક્રમાંક – ૮ મુજબ જે કર્મચારીને રજાનું રોકડમાં રૂપાંતર મેળવ્યા સિવાય LTC મળતું હોય તેમણે ખાસ રોકડ પેકેજનો લાભ લેવા માટે ફક્ત સૂચિત ભાડું લેવાનું હોય તો MS Excel ફાઈલમાં છઠ્ઠા પગારપંચ મુજબનો પગાર અને ગ્રેડ પે શૂન્ય દર્શાવવું.

3 comments