New Medical Policy for Gujarat Government Employees and Pensioners

Photo by Pixabay on Pexels.com
 

Government of Gujarat has issued New Medical Policy for Government Employees and Pensioners by publishing Government Resolution (GR) of Health and Family Welfare.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ છે.

⇒ આ નિયમો તા. ૨૪-૦૮-૨૦૧૫થી અમલમાં આવેલા છે.  આ ઠરાવથી તબીબી સારવાર અંગેનાં આ પહેલાનાં નીચે દર્શાવેલ ઠરાવ સિવાય તમામ રદ કરવામાં આવે છે.

ઠરાવ વિષય
ઠરાવ ક્રમાંક-એમએજી/૧૦૮૯/૮૪૩/ઘ,
તા. ૧૧-૦૪-૧૯૮૯
તા. ૦૧-૦૪-૮૯થી નાના કુટુંબને પ્રોત્સાહન આપવા બે બાળકો સુધી રીએમ્બર્સમેન્ટ અથવા તબીબી ભથ્થુ મળવા અંગે.
ઠરાવ ક્રમાંક- ટીબીસી/૧૦૮૮/૨૩૫૨/ઘ,
તા. ૧૫-૦૭-૧૯૮૯
ક્ષય, રક્તપિત, કેન્સર, મૂત્રપિંડનાં રોગોની સારવાર અંગેનાં નિયમો
ઠરાવ ક્રમાંક- ટીબીસી/ ૧૦૦૭/ એફએફએસ-૬૪/અ, તા. ૧૫-૦૭-૧૯૮૯  
  • આ તારીખ પહેલાનાં તબીબી સારવાર ભરપાઇનાં કેસોમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૧૯૮૮ મુજબ કાર્યવાહી કરવાની રહે છે.
  • આ નિયમોમાં કુલ ૨૭ નિયમો અને ૬ પરિશિષ્‍ટનો સમાવેશ થાય છે.
  • આ નિયમો ગુજરાત સરકારનાં કર્મચારીઓ, પેન્શનરો અને ગુજરાત રાજ્યમાં વસતા ગુજરાતનાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતોને, ફરજમોકૂફી પરનાં કર્મચારી, અજમાયશી, ૧ વર્ષની સળંગ નોકરીવાળા વર્કચાર્જ્ડ કર્મચારી, ૩૬૦ દિવસની હાજરીપત્રક પરનાં રોજમદાર વગેરેને લાગુ પડે છે. (નિયમ-૧.૨)
  • અખિલ ભારતીય સેવાનાં અધિકારીઓ અને ફીક્સ પગારવાળા કર્મચારીઓને આ નિયમો લાગુ પડશે નહીં. (નિયમ-૧.૩ અને ૧.૪)

⇒ નિયમ-૨.૨ મુજબ કુટુંબ એટલે…

  • સરકારી કર્મચારી/પેન્શનરનાં આશ્રિત પતિ/પત્નિ અને
  • સાથે રહેતા ૨૫ વર્ષ સુધીનાં અપરણિત ભાઇ/બહેન
  • અપરણિત ૨૫ વર્ષ સુધીનાં પુત્ર/પુત્રી
  • કોઇપણ ઉમરનાં માનસિક અસ્વસ્થ પુત્ર / પુત્રી
  • ઉક્ત તમામ આશ્રિત માટે માસિક રૂા. ૫૦૦/-થી વધુ આવક ન હોવી જોઇએ.

⇒ આ નિયમો માટે પેકેજ, પેકેજ રેટ, રોગ, માન્ય હોસ્પિટલ વગેરે “મા અમૃતમ્” યોજના મુજબ રહેશે.

⇒ નિયમ-૨.૩ થી ૨.૫ મુજબ કર્મચારી / પેન્શનર નીચે દર્શાવેલી હોસ્પિટલોમાંથી સારવાર મેળવી શકે.

(૧)      સરકારી હોસ્પિટલ

  • PHC, CHC, આયુર્વેદિક/હોમિયોપેથીક હોસ્પિટલ/દવાખાનુ

(૨)      સરકારી સમકક્ષ હોસ્પિટલ

  • ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી
  • મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત સંચાલિત તમામ દવાખાના, હોસ્પિટલ, ડીસ્પેન્સરી
  • યુ. એન. મહેતા કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ
  • ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ (એમ. પી. શાહ રીસર્ચ સેન્ટર, અ’વાદ)
  • ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ

(૩)      એમપેનલ્ડ હોસ્પિટલ (સરકાર દ્વારા માન્ય) :

  • ‘મા અમૃતમ્’ યોજનામાં માન્ય કરેલ હોસ્પિટલ નિયમ-૮ મુજબ શરૂઆતનાં તબક્કાની 52 હોસ્પિટલ. આ ઉપરાંત જે હોસ્પિટલ જોડાયેલી હોય તેની યાદી વેબસાઇટ www.magujarat.com પર મુકવામાં આવેલ છે.

⇒ અધિકૃત ચિકિત્સક (નિયમ-૨.૬)

  • સરકારી હોસ્પિટલનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન અથવ
  • સરકારી સમકક્ષ હોસ્પિટલનાં અધીક્ષક (વર્ગ-૧) અથવા
  • સરકારી હોસ્પિટલ / સરકારી સમકક્ષ હોસ્પિટલમાં વર્ગ-૧નાં તબીબી અધિકારી ન હોય તો વર્ગ-૨નાં તબીબી અધિકારી અધિકૃત ચિકિત્સક ગણાશે.

⇒ સારવાર ખર્ચ :

નિયમ-૩ મુજબ, 

  • સરકારી હોસ્પિટલ / સરકારી સમકક્ષ હોસ્પિટલમાં અંદરનાં દર્દી તરીકે લીધેલ સારવાર કોઇપણ વિકલ્પ આપેલ હોઇ તો પણ ભરપાઇપાત્ર છે.
  • કર્મચારી/પેન્શનર તબીબી ભથ્થુ મેળવતા હોઇ તો બહારનાં દર્દી તરીકે સારવાર ખર્ચ ભરપાઇ મળી શકશે નહીં.

નિયમ-૪ મુજબ, 

  • એમ્પેનલ્ડ હોસ્પિટલ (સરકાર દ્વારા માન્‍ય) હોસ્પિટલમાંથી કર્મચારી / પેન્શનર સારવારનો લાભ લઇ શકશે.
  • સારવાર ખર્ચનો દર સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા પેકેજ રેટ મુજબ રહેશે.
  • એમ્પેનલ્ડ હોસ્પિટલ સાથેનાં કરાર/પેકેજ સિવાયની સારવાર સિવાયનો ખર્ચ મળી શકશે નહીં.

⇒ સરકારી હોસ્પિટલ / સરકારી સમકક્ષ હોસ્પિટલમાં નીચે મુજબ ૧૦૦ ટકા રૂમ ચાર્જ મળી શકે છે.

ગ્રેડ-પે મળવાપાત્ર વોર્ડ / રૂમની કેટગરી
રૂા. ૪૨૦૦ અને તેથી ઓછો જનરલ વોર્ડ
રૂા. ૪૨૦૧/- થી રૂા. ૬૬૦૦/- સેમી સ્પેશ્યલ વોર્ડ
રૂા. ૬૬૦૦/- થી વધુ સ્પેશ્યલ વોર્ડ

⇒ સાંભળવાનું સાધન

નિયમ-૩.૩ મુજબ સરકારી હોસ્પિટલના ઇ. એન. ટી. તજજ્ઞ સર્જનનાં Audition Report મુજબનાં પ્રમાણપત્રનાં આધારે એક કાનનાં રૂા. ૨૫૦૦૦/- અને બન્ને કાનનાં (રૂા. ૨૫૦૦૦/- + રૂા. ૨૫૦૦૦) જીવનમાં એકવાર મળી શકે.

⇒ પ્રતિસહી (નિયમ-૫) :

     સરકારી હોસ્પિટલ અને સરકારી સમકક્ષ હોસ્પિટલ માટે :

  • સરકારી હોસ્પિટલ ખાતેની સારવાર માટે અધિકૃત ચિકિત્સક પ્રતિસહી કરી શકશે.
  • સરકારી સમકક્ષ હોસ્પિટલ ખાતેની સારવાર માટે તે સંસ્થાનાં અધિકૃત ચિકિત્સક પેકેજની રકમ માટે પ્રતિસહી કરી શકશે.
  • સરકારી સમકક્ષ હોસ્પિટલ ખાતે પેકેજ સિવાય અથવા બહારનાં દર્દી તરીકે લીધેલી સારવારમાં રૂા.૫,૦૦૦/- પ્રતિમાસ સુધી તે સંસ્થાનાં અધિકૃત ચિકિત્સક પ્રતિસહી કરી શકશે, જ્યારે રૂા.૫,૦૦૦/-થી વધુનાં કેસમાં સરકારી હોસ્પિટલનાં અધિકૃત ચિકિત્સક પ્રતિસહી કરી શકશે.

      એમપેનલ્ડ (સરકાર દ્વારા માન્ય) હોસ્પિટલ :

  • એમપેનલ્ડ હોસ્પિટલમાંથી લીધેલી સારવારમાં તે સંસ્થાનાં તજજ્ઞ કે જેથી પાસે સારવાર લીધેલી હોઇ તેની સહી તથા
  • તે સંસ્થાનાં નિવાસી તબીબી અધિકારીની પ્રતિસહી.  પ્રતિસહી કરતી વખતે નિયત કરવામાં આવેલ પેકેજ, પેકેજ દર, કરાર મુજબ મર્યાદામાં છે તેની ખાતરી કરવાની રહેશે.
  • Passed for Paymentની રકમ સંબંધિત સરકારી હોસ્પિટલનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જન / નિવાસી તબીબી અધિકારીની પ્રતિસહી મેળવવાની રહે છે.
  • પ્રતિસહી વખતે પેકેજની સારવાર સંદર્ભે યોગ્યતા, પેકેજની મર્યાદાની ખાતરી કરવાની રહે છે. (નિયમ-૨૪.૨)

⇒ તબીબી સારવાર રીએમ્બર્સમેન્ટનાં દર (નિયમ-૯) :

  • રાજ્ય સરકાર આ માટે જરૂરિયાત મુજબનાં માળખાની રચના કરી શકશે પરંતુ હાલનાં તબક્કે ‘મા અમૃતમ્’ યોજના મુજબનાં દરો લાગુ પડશે.

⇒ સારવારનું સ્થળ અને રીએમ્બર્સમેન્ટ (નિયમ-૧૦):

(૧) સરકારી હોસ્પિટલ (નિયમ-૧૦.૧ અને ૧૦.૨):

  • જે તે જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી વિનામૂલ્યે સારવાર મેળવી શકાશે.
  • જે તે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ ન હોઇ તો અધિકૃત ચિકિત્સક રાજ્યમાં અન્ય સરકારી હોસ્પિટલમાં રીફર કરી શકશે, સારવાર વિનામૂલ્યે મળી શકશે.  પરંતુ, જો આવી હોસ્પિટલમાં સારવાર માટે ચાર્જ નક્કી કરવામાં આવેલ હોઇ તો તે ભરપાઇપાત્ર (રીએમ્બર્સમેન્ટ) છે.

(૨) સરકારી સમકક્ષ હોસ્પિટલ (નિયમ-૧૦.૩) :

  • સરકારી સમકક્ષ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોઇ તે સારવાર મેળવી શકશે અને તમામ ખર્ચ ભરપાઇપાત્ર (રીએમ્બર્સમેન્ટ) છે.

(૩) એમપેનલ્ડ (સરકાર દ્વારા માન્ય) હોસ્પિટલ (નિયમ-૧૦.૪) :

  •  નક્કી થયેલા રોગ, પેકેજ મુજબ સારવાર મેળવી શકાશે.  તબીબી સારવાર ભરપાઇ (મેડીકલ રીએમ્બર્સમેન્ટ) સરકાર દ્વારા માન્ય પેકેજ દરે / ‘મા અમૃતમ્’નાં દરો મુજબ મળવાપાત્ર છે.

(૪) અન્ય હોસ્પિટલ (નિયમ-૧૦.૫):

  • કોઇ સ્થળે ઉક્ત (૧) થી (૩)માં જણાવેલ હોસ્પિટલ, તે હોસ્પિટલમાં નક્કી કરેલા રોગ માટે સારવાર ઉપલબ્ધ ન હોઇ તો અધિકૃત ચિકિત્સકનાં મતે જરૂરી હોઇ તેવી યોગ્ય સારવાર પુરી પાડી શકે તેવી બીજી હોસ્પિટલમાં સારવાર મેળવી શકાશે.  પરંતુ, તે માટે અધિકૃત ચિકિત્સકની પૂર્વમંજૂરી હોવી ફરજીયાત છે.
  • આવા કેસમાં રીએમ્બર્સમેન્ટ માન્ય પેકેજ દરે અને રૂા. ૨.૦૦ લાખથી ઓછી રકમ માટે મળવાપાત્ર છે. (નિયમ-૨૩)
  • જે રોગ માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ પેકેજ નક્કી કરવામાં આવેલ ન હોઇ તેવા રોગની સારવાર માટે થયેલ ખર્ચનું રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર નથી.

⇒ સારવાર માટે પેશગી (નિયમ-૧૧) :

  • સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને એમપેનલ્ડ હોસ્પિટલમાં સારવાર ખર્ચ રૂા.૧.૦૦ લાખથી વધુ થતો હોય તો સંભવિત ખર્ચનાં ૭૫ ટકા સુધી બિનવ્યાજુકી પેશગી મળવાપાત્ર છે.
  • અધિકૃત ચિકિત્સકનું સંભવિત ખર્ચ અંગેનું પ્રમાણપત્ર જરૂરી છે.
  • ખાતાનાં વડા ઉક્ત પ્રમાણપત્રનાં આધારે ‘તબીબી સારવાર ભરપાઇ ખર્ચ પેશગી’ મંજૂર કરી શકશે.

⇒ તબીબી સારવાર ભરપાઇ (રીએમ્બર્સમેન્ટ) મંજૂરીની નાણાંકીય સત્તા (નિયમ-૧૧.૧) :

રકમ સક્ષમ સત્તાધિકારી
રૂ. ૨૫૦૦૦/- સુધી કચેરીનાં વડા
રૂા. ૨૫૦૦૦/- થી રૂા. ૧૦૦૦૦૦/- ખાતાંના વડા
રૂા. ૧૦૦૦૦૦/- થી રૂા. ૨૦૦૦૦૦/- વહીવટી વિભાગનાં વડા

⇒ રાજ્ય બહાર સારવાર (નિયમ-૧૨) :

  • સામાન્ય રીતે રાજ્ય બહારની સારવાર માટેનો ખર્ચ મજરે મળશે નહિં.
  • રાજ્યમાં સારવાર ઉપલબ્ધ ન હોઇ તેવા કિસ્સામાં અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ, ગાંધીનગરની પૂર્વમંજૂરીને આધિન સારવાર ખર્ચ મળવાપાત્ર છે.

⇒ નિવાસસ્થાને સારવાર (નિયમ-૧૪) :

  • સરકારી હોસ્પિટલનાં અધિકૃત ચિકિત્સક પરિશિષ્ટ-૨માં ‘સરકારી હોસ્પિટલનો અભાવ, દૂર હોવા અંગે કે સખત માંદગીને કારણે દર્દીને નિવાસસ્થાને તબીબી સારવાર આપવી અનિવાર્ય છે’ તેવુ પ્રમાણપત્ર આપ્યે સારવાર ખર્ચ રીએમ્બર્સમેન્ટ પાત્ર છે.

⇒ દવા માટેનાં નાણાની ભરપાઇ (નિયમ-૧૫) :

  • અધિકૃત ચિકિત્સકે લખેલી દવાઓ જ્યાથી સારવાર લીધેલી હોય તે હોસ્પિટલ / દવાખાનામાંથી શક્ય હોય ત્યાં સુધી લેવી.
  • સરકારી હોસ્પિટલ / સરકારી સમકક્ષ હોસ્પિટલમાં દવા ઉપલબ્ધ ન હોઇ તો અધિકૃત ચિકિત્સક આ નિયમો અન્વયે નક્કી કરવામાં આવેલા નમૂના-૨(અ)માં પ્રિસ્ક્રાઇબ કરેલી હોવી જોઇએ.
  • તબીબી ભથ્થુ મેળવનાર કર્મચારીને બહારનાં દર્દી તરીકે લીધેલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર નથી.
  • રીએમ્બર્સમેન્ટ બિલ સાથે બહારથી દવા ખરીદેલ દવાનું બિલ (કેશમેમો)માં દવા લખી આપનાર ડૉકટરની સહી કરાવવાની રહેશે.
  • રીએમ્બર્સમેન્ટ બિલ સાથે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન સામેલ રાખવુ.

⇒ દવા માટેનાં નાણાની ભરપાઇ (ડાયાબીટીસ રોગ માટે) :

  • ડાયાબીટીસ રોગ નિયંત્રણ માટે ઇન્સ્યુલીનનાં ઇન્જેકશન જાતે લેતા દર્દીઓ કે જેઓ માસિક તબીબી ભથ્થુ મેળવતા ન હોઇ તેઓને ડીસ્પોઝેબલ સીરીન્ઝ અને નીડલ અધિકૃત ચિકિત્સકનાં પ્રિસ્ક્રીપ્શન મુજબ એકસાથે ખરીદેલા બિલનું રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે.
  • દર્દી જાતે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાણી શકે તે માટે ગ્લુકોમીટર રૂા. ૨૦૦૦/-ની મર્યાદામાં એક વખત માટે મળી શકશે, પરંતુ તે માટે સ્ટ્રીપ્સ અને નીડલનું ખર્ચ મળવાપાત્ર નથી.

⇒ રીએમ્બર્સમેન્ટ કલેઇમ રજુ કરવાની મર્યાદા (નિયમ-૧૬) :

  • તમામ કલેઇમ સારવાર / ચિકિત્સા પૂર્ણ થયા બાદ છ માસની અંદર નિયંત્રણ અધિકારીને રજુ કરી દેવાનાં રહેશે.  મુદત વિત્યા બાદનાં દાવા અંગે નીચે મુજબ વિલંબ માફી (Delay condone)નાં હુકમો કરવાની સત્તા નક્કી કરવામાં આવેલ છે.
સમયગાળો વિલંબ માફીનાં હુકમો કરવાની સત્તા
૬ માસ થી ૧ વર્ષ કચેરીનાં વડા
સારવાર પૂર્ણ થયાનાં ૧ વર્ષ પછીનો દાવો સંબંધિત વહીવટી વિભાગનાં વડા
સારવાર પૂર્ણ થયાનાં ૨ વર્ષ પછીનો દાવો સંબંધિત વહીવટી વિભાગનાં વડા મારફત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
સારવાર પૂર્ણ થયાનાં ૩ વર્ષથી ઉપરનો દાવો સરકારશ્રી

⇒ માંદગી સબબની રજા માટે તબીબી પ્રમાણપત્ર (નિયમ-૧૬.૪) 

સમયગાળો માંદગી અંગેનું તબીબી પ્રમાણપત્ર આપવાની સત્તા
૧૦ દિવસ સુધી રજિસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર
૧૦ દિવસ થી ૩૦ દિવસ રજિસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર + સરકારી હોસ્પિટલ / સરકારી સમકક્ષ હોસ્પિટલનાં અધિકૃત ચિકિત્સકની પ્રતિ સહી મેળવવી
૩૦ દિવસ થી વધુ ફક્ત સરકારી હોસ્પિટલનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, આર. એમ. ઓ. કે અધીક્ષકની પ્રતિસહી

⇒ તબીબી ભથ્થા અંગે (નિયમ-૧૮)

  • તબીબી ભથ્થુ અથવા રીએમ્બર્સમેન્ટ લેવા માંગે છે અંગેનો વિકલ્પ પરિશષ્ટ-૧માં આપવો.
  • નવી નિમણૂંક મેળવતા કર્મચારીઓ નિમણૂંક મળ્યા બાદ ૩૦ દિવસમાં વિકલ્પ આપવો.
  • આપેલા વિકલ્પમાં ફેરફાર કરવાનો હોય તો નાણાકીય વર્ષ પૂર્વે ૧૦મી માર્ચ સુધીમાં આપવો.
  • વિકલ્પ નાણાકીય વર્ષની વચ્ચે બદલી શકાશે નહીં.

અપવાદ : આકસ્મિક ગંભીર બિમારીઓ જેવી કે ક્ષય, કેન્સર, રક્તપિત્ત, કીડનીનાં રોગો, હૃદયરોગ, HIV Aids વગેરે જેવા રોગમાં ચાલુ નાણાંકીય વર્ષમાં વિકલ્પ બદલી શકાશે.

⇒ મેડીક્લેઇમ પોલીસી ધરાવતા કર્મચારીઓને રીએમ્બર્સમેન્ટ (નિયમ-૨૦)

  • વીમા કંપનીએ ચૂકવેલ કલેઇમની રકમ તથા મળવાપાત્ર રીએમ્બર્સમેન્ટની રકમ સારવાર માટે ખરેખર ખર્ચેલી રકમથી વધે નહીં તે રીતે મળવાપાત્ર છે.
  • રીએમ્બર્સમેન્ટ મેળવતા પહેલા મેડીકલેઇમ પોલીસીની વિગતો તથા મેળવેલ મેડીકલેઇમની રકમ જાહેર કરવાની છે, ત્યારબાદ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે.

⇒ Implants (કૃત્રિમ અવયવો) (નિયમ-૨૧)

  • સરકારી હોસ્પિટલમાં સારવારનાં ભાગરૂપે કૃત્રિમ અવયવો નાંખવામાં આવે ત્યારે ઇમ્પ્લાન્ટ્સ ની કિંમતનાં ૧૦૦ ટકા રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે, સરકારી હોસ્પિટલમાં ઇમ્પલાન્ટસ ઉપલબ્ધ ન હોય ત્યારે માન્ય દરે મળવાપાત્ર છે.
  • એમપેનલ્ડ હોસ્પિટલ ખાતે લીધેલી સારવાર ‘મા અમૃતમ્’ યોજનાનાં દરે મળવાપાત્ર રહેશે.

⇒ રાજ્ય બહારનાં ગુજરાતનાં પેન્શનરો માટે (નિયમ-૨૨)

  • રાજ્ય બહાર વસતા અને રાજ્ય બહાર પેન્શન મેળવતા પેન્શનરોને ફક્ત તબીબી ભથ્થુ મળવાપાત્ર રહેશે.
  • રાજ્ય બહારનાં ગુજરાતનાં પેન્શનર જે રાજ્યમાં સ્થાયી થયા હોઇ અને તે રાજ્યની માન્ય હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય ત્યારે CGHSનાં દરે જે જગ્યાએથી નિવૃત થયેલા હોઇ તે કચેરી મારફત મળવાપાત્ર છે.

⇒ ખાસ કિસ્સામાં સારવાર (નિયમ-૨૩)

  • આ નિયમોમાં ગમે તે જોગવાઇ હોય તો પણ ખાસ કિસ્સામાં કોઇપણ દર્દીને તેને થયેલ તબીબી સારવારનો ખરેખર ખર્ચ તથા સારવારનાં ભાગરૂપે સાધનો, દવા અન્ય સામગ્રીનો કૂલ ખર્ચ રૂા.૨.૦૦ લાખથી વધુ અને રૂા. ૧૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં સચિવશ્રી / અગ્રસચિવશ્રીની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિની ભલામણનાં આધારે માન. આરોગ્ય મંત્રીશ્રી મંજૂરી આપી શકશે.
  • રૂા. ૧૦.૦૦ લાથી વધુનાં ખાસ કિસ્સામાં માન. મુખ્યમંત્રીશ્રી કક્ષાએ મંજૂરી મેળવવાની રહેશે.
  • કોઇ સ્થળે સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ, એમપેનલ્ડ હોસ્પિટલ ન હોય કે તે હોસ્પિટલોમાં નક્કી કરેલા રોગ માટે સારવાર ઉપલબ્ધ ન હોઇ તો અધિકૃત ચિકિત્સકનાં મતે જરૂરી હોઇ તેવી યોગ્ય સારવાર પુરી પાડી શકે તેવી બીજી હોસ્પિટલમાં સારવાર મેળવી શકાશે.  પરંતુ, તે માટે અધિકૃત ચિકિત્સકની પૂર્વમંજૂરી હોવી ફરજીયાત છે.
  • આવા કેસમાં રીએમ્બર્સમેન્ટ માન્ય પેકેજ દરે અને રૂા. ૨.૦૦ લાખથી ઓછી રકમ માટે મળવાપાત્ર છે. (નિયમ-૨૩)
  • જે રોગ માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ પેકેજ નક્કી કરવામાં આવેલ ન હોઇ તેવા રોગની સારવાર માટે થયેલ ખર્ચનું રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર નથી.

⇒ પ્રસુતિ (નિયમ-૨૫.૮ અને ૨૫.૯)

  • નોર્મલ ડીલીવરી / સીઝેરિયન ડીલીવરી માટેનો ખર્ચ રીએમ્બર્સમેન્ટ થવા પાત્ર નથી.  પરંતુ, માતા અને બાળકનાં જીવન-મરણનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા અપવાદરૂપ કિસ્સામાં રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે.
  • ઉપર મુજબનું રીએમ્બર્સમેન્ટ સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ ખાતે લીધેલ તબીબી સારવારનો ખર્ચ માન્ય દર મુજબ મળવાપાત્ર થશે.
  • બે થી વધુ હયાત બાળકો માટે રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે નહિં.

⇒ દાંતની સારવાર

  • દાંતનાં રોગોને લગતી સારવાર સરકારી દવાખાના, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તથા સરકાર માન્ય સંસ્થામાં કોસ્મેટીક સર્જરી સિવાય સરકાર દ્વારા માન્ય દરો મુજબ મળવાપાત્ર થશે.
  • સરકારી હોસ્પિટલ / સરકારી સમકક્ષ હોસ્પિટલ સિવાય લીધેલ દાંતની સારવાર રીએમ્બર્સમેન્ટ પાત્ર રહેશે નહીં.

“ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” નો તા. ૨૪/૦૮/૨૦૧૫નો ઠરાવ નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો

Download the New Medical Rules from following link:

New Medical Policy For Employees and Pensioners – 2015

17 comments

  1. No provision for reambersment for patients of KIDENY treatment in the empanelled hospital and not included it in any cluster for medical bills reambersment.in medical policy.So I requested to government to add this in proper cluster.

  2. તમે ખૂબ જ સરસ માહિતી આપો છો, excellent work!
    અમારી website ની મુલાકાત લેવા માટે ભાવભર્યું આમંત્રણ!

    1. આપના પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર. આપની વેબસાઈટ https://makesweethome.com ની મુલાકાત લીધી. આપની વેબસાઈટ પણ ખૂબ સરસ છે. સારી માહિતી આપો છો.

  3. We have claimed in other MEDICLAIM. Company they have approved 74000 amount our total cost is 200000
    For claim in treasury office original documents required or attested by the previous MEDICLAIM company can be considered.

  4. Knee replacement treatment from gamers hospital and medical college Gandhinagar bill payment problem by treasury office g, nagar

  5. THE NEW MEDICAL POLICY 24/08/2015 :

    IN PREVIOUS POLICY LIST OF EMPANELLED HOSPTIALS COVERS DENTAL TREATMENT, EYE TREATMENT ETC. FACILITY OF TREATMENT FOR EYE, DENTAL OMITTED IN NEW POLICY.

    THERE IS NO CLEAR GUIDELINES FOR CRITICAL DISEASE RELATED TO LUNGS E.G.PNEUMONIA(DANGER AND LIFE TAKING DISEASE FOR CHILDREN AND ELDERS).

    THE NEW MEDICAL POLICY 2015 SHOULD BE MODIFIED AND HOSPITALS FOR EYE, DENTAL, LUNGS RELATED DISEASE CAN BE ENLISTED.

    REGARDS,