જેમને સાતમું પગારપંચ લાગુ પડે છે તેવા કર્મચારીઓએ સાતમું પગારપંચ તા.૦૧/૦૧/૨૦૧૬થી મળવાપાત્ર થાય છે. પરંતુ, ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬માં સાતમું પગારપંચ ક્યારથી સ્વિકારવું છે તે અંગે કર્મચારીએ વિકલ્પ આપી શકે એવી જોગવાઇ છે.
ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ ના નિયમ-૫ મુજબ “આ નિયમોમાં અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય, કોઇ સરકારી કર્મચારી તેને જે જગ્યા ઉપર નીમવામાં આવ્યો હોય તે જગ્યાને લાગુ પડતા સુધારેલ પગાર માળખામાં પગાર મેળવશે.
પરંતુ, કોઇ સરકારી કર્મચારીને જે તારીખે વિદ્યમાન (હાલના એટલે કે છઠ્ઠાં પગારપંચ મુજબના) પગાર ધોરણમાં તેનો આગામી અથવા ત્યાંરપછીનો કોઇ ઇજાફો મળે નહિ તે તારીખ સુધી અથવા તે તેને જગ્યા ખાલી ન કરી દે ત્યાં સુધી અથવા તે પગાર ધોરણમાં તેને પગાર મળતો બંધ થાય ત્યાં સુધી તે વિદ્યમાન પગાર-ધોરણમાં પગાર લેવાનું ચાલુ રાખવાનું પસંદ કરી શકશે (એટલે કે વિકલ્પ આપી શકશે)
વધુમાં બઢતી, પગાર-ધોરણનું અપગ્રેડેશન (પગાર-ધોરણ ઊંચું લાવવું-ઉ.પ.ધો.) વગેરે કારણસર, કોઇ સરકારી કર્મચારીને સને ૨૦૧૬ ના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ અને જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખ (૧૯/૦૮/૨૦૧૬) વચ્ચેના સમયગાળામાં ઉપલા પગાર-ધોરણમાં મૂકવામાં આવે, તો તે સરકારી કર્મચારી આવી બઢતી અપગ્રેડેશન (પગાર-ધોરણ ઊંચું લાવવા) ની તારીખથી સુધારેલ પગાર માળખામાં પગાર ફેરવવાનું પસંદ કરી શકશે.”
આમ, તા.૦૧/૦૧/૨૦૧૬થી નવું પગારધોરણ સ્વીકારવું ન હોય તો નિયમો મુજબ ઉપલબ્ધ વિકલ્પ પૈકી કોઇપણ એક વિકલ્પ આપી શકાય છે.
વિકલ્પ આપવા માટે કર્મચારીના બે પ્રકાર પાડી શકાય.
(૧) તા.૦૧/૦૧/૨૦૧૬ કે ત્યારબાદ બઢતી, ઉ.પ.ધો. વગેરે ન મળેલ હોય તેવા કર્મચારી. અને,
(૨) કોઇ કર્મચારીને તા.૦૧/૦૧/૨૦૧૬ કે ત્યારબાદ અને તા.૧૯/૦૮/૨૦૧૬ વચ્ચેના સમયગાળામાં બઢતી કે ઉ.પ.ધો. મળેલ હોય તેવા કર્મચારી.
પ્રથમ પ્રકારના કર્મચારી નીચે જણાવેલી ત્રણ પૈકી કોઇપણ એક મુદત સુધી તેમની કાયમી/કાર્યકારી જગાના વિદ્યમાન પગાર ધોરણમાં પગાર લેવાનું ચાલુ રાખવાનું પસંદ કરી શકે છે ત્યારબાદ સાતમું પગારપંચ સ્વીકારવું પડે.
(૧) વિદ્યમાન પગાર ધોરણમાં આગામી ઇજાફાની તારીખ સુધી. (વિકલ્પમાં તારીખ લખવાની રહે છે)
(૨) વિદ્યમાન પગાર ધોરણમાં અમુક ઇજાફા પછીનો પગાર અમુક રકમ સુધી વધે ત્યાં સુધી. (વિકલ્પમાં જે પગાર સુધી જુનો પગાર લેવો હોય તે રકમ દર્શાવવાની રહે છે)
(૩) વિદ્યમાન પગાર ધોરણમાં પગાર લેવાનું છોડી દે અથવા બંધ કરે ત્યાં સુધી.
બીજા પ્રકારના કર્મચારી બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી નવું પગારપંચ સ્વિકારવાનો વિકલ્પ આપી શકે છે.
વિકલ્પ જાહેરનામાની તારીખથી ત્રણ મહિનાની અંદર (એટલે કે તા.૧૯/૧૧/૨૦૧૬ સુધીમાં) આપવાનો રહે છે. આપેલો આ વિકલ્પ આખરી રહે છે. તેમાં પછીથી કોઇપણ પ્રકારનો ફેરફાર થઇ શક્તો નથી.
ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ના નિયમ-૫ ના સ્પષ્ટીકરણ-૧ મુજબ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રાખવાનો વિકલ્પ એક વિદ્યમાન પગારધોરણ (ગ્રેડ પે)ના સંબંધમાં જ મળવાપાત્ર થાય છે. એટલે કે તા.૦૧/૦૧/૨૦૧૬ પછી જ્યારે બઢતી કે ઉ.પ.ધો. મળે તો તે તારીખ સુધી જ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રહી શકાય છે અને બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી ગ્રેડ પે બદલાતો હોવાથી ફરજીયાત સાતમું પગારપંચ સ્વીકારવું પડે ત્યારબાદના ઇજાફાની તારીખથી વિકલ્પ ન આપી શકાય એવું મારૂ અર્થઘટન છે.
કોઇ કર્મચારીને નીચેના ઉદાહરણ મુજબ તા.૧૨/૦૨/૨૦૧૬ના રોજ બઢતી કે ઉ.પ.ધો. મળે તો તે ત્યાં સુધી વિદ્યમાન પગારધોરણ (ગ્રેડ પે)માં રહી શકે તે તારીખે પ્રથમ જુના પગારધોરણમાં પગારબાંધણી કરીને જે પગાર આવે તેને ૨.૫૭ વડે ગુણતા પે-મેટ્રીક્ષ મુજબ તા.૧૨/૦૨/૨૦૧૬નો નવો પગાર નક્કી થાય અને આગામી ઇજાફા તારીખ ૦૧/૦૧/૨૦૧૭ નક્કી થાય. બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી ગ્રેડ પે બદલાતો હોવાથી ત્યારબાદ તે કર્મચારી તેની જુની આગામી ઇજાફાની તા.૦૧/૦૭/૧૬નો ઇજાફો મેળવીને સાતમું પગારપંચ સ્વીકારવાનો વિકલ્પ ન આપી શકે.
હવે પ્રશ્ન એ થાય કે સાતમાં પગારપંચનો સ્વિકાર કઈ તારીખથી કરવો? તેનો વિકલ્પ આપવો કે નહિ?
આ માટે દરેક વ્યક્તિગત કિસ્સામાં ગણતરી કરીને કાળજીપૂર્વક નિર્ણય લેવાનો રહે છે કારણ કે વિકલ્પ આપ્યા બાદ તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. જો ખોટો વિકલ્પ અપાઇ જાય તો નિવૃત્તિની તારીખ સુધી તેની અસર રહે છે.
બીજા પ્રકારના કર્મચારી માટે નીચે મુજબનું એક ઉદાહરણ જોઇએ.
ઉપરોક્ત વિગતે કર્મચારી જો વિકલ્પ ન આપે તો રૂ. ૨૬૩૦૦ પગાર તા.૦૧/૦૧/૨૦૧૭ના રોજથી મળવાપાત્ર થાય છે. અને જો વિકલ્પ આપવામાં આવે તો પગાર રૂ. ૨૬૩૦૦ તા.૧૨/૦૨/૨૦૧૬ના રોજથી (વહેલો) મળવાપાત્ર થાય છે.
સામાન્ય રીતે જે કર્મચારીને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૦/૦૬/૨૦૧૬ વચ્ચે બઢતી કે ઉ.પ.ધો. મળેલ હોય તો તેમને વિકલ્પ આપવો ફાયદાકારક સાબિત થાય છે. વિકલ્પ આપવાથી મૂળ (બેઝિક) પગારમાં વધારો મળતો હોય તો એરીયર્સ જતું કરીને પણ વિકલ્પ આપવું ફાયદાકારક છે. આમ છતા, ચોક્કસ ગણતરી કરીને અથવા કોઇ નિષ્ણાતની સલાહ લઇને જ વિકલ્પ અંગેનો આખરી નિર્ણય લેવા અનુરોધ છે.
વિકલ્પનો ગુજરાતીમાં નમૂનો MS Word ફાઇલ ફોર્મેટમાં નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Option Form In Gujarati / ગુજરાતીમાં વિકલ્પનો નમૂનો
આપના પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતિ છે.
[…] Option for pay fixation in ROP – 2016 […]
Dt.31-12-15 I was senior clerk, my pay 7640+2400, than dt.26-06-16 I was reverted as a junior clerk my pay 7360+1900, my promotion dt.02-11-2015, pls. guide me how to pay fix as per 7th pay matrix, there is no any even in IMFS software.
Pay will be fix on basic of 31-12-2015
મારે તા.01/05/2016 થી પ્રમોશન મળેલ હોય તો મારે શુ કરવું
સામાન્ય રીતે તા.૦૧/૦૧/૨૦૧૬ થી ૩૦/૦૬/૨૦૧૬ વચ્ચે જેને બઢતી હોય એવા કર્મચારી તા.૦૧/૦૧/૨૦૧૬ના બદલે બઢતી અથવા ઉચ્ચતર પગાર ધોરણની તારીખથી નવું પગાર પંચ સ્વીકારે તો ફાયદો રહે છે. આમ, છતા વ્યક્તિગત કિસ્સામાં ગણતરી કરીને જ વિકલ્પ આપવા સૂચન છે.
Sir IFMS ma hu e 2 case banavyu
K jema ek ma dt 1/1/2016 no Vikalp ane bija ma 1/7/16 no Vikalp.
Pan banne Na annexer ma next increment dt 1/7/2017 batave che.. pan rop16 mujab pahela ni 1/1/2017 thavu joiye ne e nathi thatu
આ માટે IFMS હેલ્પડેસ્ક નો સંપર્ક કરવા વિનંતિ છે. સંપર્ક નંબર IFMS લોગ ઇન સ્ક્રીનમાં આપેલા છે.
31/12/2015 no basic 19240 + grade pay 4400 total 23640. Second higher pay on 7/1/2016.(actually I completed 24 years on 11/6/2015. But i passed ccc+ on7/1/2016). Seventh payvkyaarthi levo / lai shakai. Please guide me. Thanks.
GAD ના તારીખ ૨૦/૦૯/૨૦૧૬ના ઠરાવ મુજબ CCC પરીક્ષા પાસ કર્યા તારીખથી ઉપધો મળી શકે છે. તેથી ૦૧/૦૧/૨૦૧૬ થી પગારપંચ સ્વીકારી શકાય.
હું વી.બી.સાણંદિયા, જુ.કલાર્ક, સિંચાઇ મોરબી મારે દ્વિતિય ઉ.પ.ધો. તા.૧૬-૧૨-૨૦૧૭ ના રોજ મળે છે ૭મું પગાર પંચ ૧-૧-૨૦૧૬ થી સવીકારુ તો ઉ.પ.ધો.ની તારીખે મારો પગાર તા.૧૬-૧૨-૨૦૧૭ ના રોજ ૭માં પગાર પંચ મુજબ રૂા.૩૯૯૦૦/- થાય છે તે જોતા હું અત્યારે ૭મુ ન સ્વીકારી ૬ઠ્ઠુ ચાલુ રાખી ઉપધોની તારીખે ૬ઠ્ઠા મુજબ પગાર બાંધણી કરી પછી ૭મું લેતા મારો પગાર રૂા.૪૪૯૦૦/- થાય તો મને મારા ઉપધો તા.૧૬-૧૨-૨૦૧૭ થી ૭મું સ્વીકાર શકાય પ્લીઝ મને આ બાબતનો અભ્યાસ કરી આધાર સહ માર્ગદર્શન આપવા વિનંતી……….
હું અત્યારે ૬ઠ્ઠા પગાર ધોરણમાં ગ્રેડ પે રૂા.૨૪૦૦/-માં પગાર લઉં છુ. દ્વિ.ઉ.પ.ધો. ગ્રેડ પે રૂા.૪૨૦૦/-
લેખમાં જણાવ્યા અનુસાર નિયમ-૫ મુજબ વિદયમાન (હાલના) પગારધોરણમાં જ્યાં સુધી ચાલુ રહેવું હોય ત્યાં સુધી ચાલુ રહી શકાય છે. તમે આગામી બઢતી અથવા ઉપધો સુધી જુના પગારધોરણમાં ચાલુ રહી શકો છો. વિકલ્પ ફોર્મ માં તેં મુજબ વિકલ્પ આપી શકાય છે.
હુ મુકેશ બારૈયા – ભાવનગર ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૧૯૦૦ મા ત.૩૧/૧૨/૨૦૧૫ ના રોજ ૭૩૬૦+૧૯૦૦=૯૨૬૦ મેળવુ છુ.તા.૨૫/૦૭/૨૦૧૬ થી ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૨૪૦૦ મા બઢતી મળેલ છે. મારે કઇ તારીખથી પગાર ધોરણ સ્વીકારવુ,ગણત્રી સાથે સમજણ આપવા વિનંતી
જો ૦૧-૦૧-૨૦૧૬ થી પગારપંચ સ્વીકારો તો બઢતી તારીખ ૨૫-૦૭-૨૦૧૬ ના રોજ રૂ. ૨૫૫૦૦ પગાર નક્કી થાય છે. જો બઢતી તારીખે પગારપંચ સ્વીકારવાનો વિકલ્પ આપો તો ત્યારે પગાર રૂ.૨૭૧૦૦ થાય છે. માટે બઢતી તારીખ ૨૫-૦૭-૨૦૧૬ થી સ્વીકારવાનો વિકલ્પ ફાયદાકારક રહેશે.
આ તો જેનો ઉ પ ધો ૧/૧/૨૦૧૬ થી ૩૦/૬/૨૦૧૬ વચ્ચે આવતી હોય તેના સાથે મોટો અન્યાય છે.જેની ઉ પ ધો તા-૦૨/૦૧/૨૦૧૬ હોય તેમને માત્ર નોસનલ ઇંક્રીમેંટ મળે પણ ૧/૭/૧૬ નુ વાર્ષિક ઇંક્રીમેંટ ના મળે.જેના માટે ૧/૧/૨૦૧૭ ની રાહ જોવી પડે. પણ જેની ઉ પ ધો ૨/૭/૨૦૧૬ હોય તેમને ૧/૭/૧૬ નુ વાર્ષિક ઇંક્રીમેંટ પ ણ મળે અને ૨/૭/૧૬ નુ નોસનલ ઇંક્રીમેંટ પણ મળે..જ્યારે છઠા પગારપંચ મા જેનો ઉ પ ધો ૧/૧/૨૦૧૬ થી ૩૦/૬/૨૦૧૬ વચ્ચે આવતી હોય તેને ૧ જુલાઇ ના રોજ બે ઇજાફા સાથે આપવામાં આવતા હતા
તા.૦૧/૦૧/૨૦૧૬ થી પગારપંચ સ્વીકારો તો એક નૉશનલ ઈંક્રીમેન્ટ અને જુલાઈ નો રેગ્યુલર ઈંક્રીમેન્ટ પણ મળે. એ માટે ગણતરી કરવી પડે કે કયો વિકલ્પ ફાયદાકારક છે.
Res. Sir, on 1-1-16 my basic pay 10540+2400. I pramoted in 4200 g.p. on 13-6-16 and resumed my new on 17-6-2016. Now what will the best option for new fixation. Thanking you.
In which grade pay you get promotion?
Mari khata ma dakhal tarikh 31/12/2001 Che. To mare kayo vikalp pasand karvo?
આપનો તા.૩૧/૧૨/૨૦૧૫ ના રોજ મૂળ પગાર અને ગ્રેડ પે કેટલો હતો? તા.૦૧/૦૧/૨૦૧૬ પછી બઢતી કે ઉપધો છે?
આપે ખૂબ સરસ માહિતી મૂકી છે. આભાર. ૩૧/૧૨/૨૦૧૫ના રોજ મારો પગાર ૯૪૬૦+૨૪૦૦= ૧૧૮૬૦ છે. વચ્ચે કોઈ ઈવેન્ટ છે નહીં. મેં ગણતરી કર્યા મુજબ હું ૦૧/૦૭/૨૦૧૬ થી વિકલ્પ સ્વીકારું તો, પગાર ૩૧૪૦૦ ને બદલે ૩૨૩૦૦ થાય છે. તો, એરીયર્સ જતું કરવામાં ફાયદો છે. મારી ગણતરી સાચી છે કે કેમ? મારું ૯નું ઉ.પ.ધો.ની તારીખ ૦૧/૧૨/૨૦૧૮ છે. – તેજલ કે. ફુલેત્રા, જૂનાગઢ.
Yes. If you will accept ROP-16 from date 01-07-2016, Your pay on 01-07-2016 will be Rs.32300. It will be beneficial to you.
date 1/5/2016 na roj 2800 grad pay ma thei 4200 grad pay ma higher pay scale male to date 1/7/2016 the Rop 7th pay no option apee sakay ke nahi ane jo date 1/7/2016 thi option ape to next incrementl date kai ave 1/7/2017 ke 1/1/2017
or
date 1/5/2016 the option apee sakay ke nahi ]
bane mujag
date 1/7/2016 thi vadhare benefit thay che
please guide us
gujaratee ma pay 7 no gr hoy to please upload thanks
ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ના નિયમ-૫ ના સ્પષ્ટીકરણ-૧ મુજબ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રાખવાનો વિકલ્પ એક વિદ્યમાન પગારધોરણ (ગ્રેડ પે)ના સંબંધમાં જ મળવાપાત્ર થાય છે. એટલે કે તા.૦૧/૦૧/૨૦૧૬ પછી જ્યારે બઢતી કે ઉ.પ.ધો. મળે તો તે તારીખ સુધી જ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રહી શકાય છે અને બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી ગ્રેડ પે બદલાતો હોવાથી ફરજીયાત સાતમું પગારપંચ સ્વીકારવું પડે ત્યારબાદના ઇજાફાની તારીખથી વિકલ્પ ન આપી શકાય એવું મારૂ અર્થઘટન છે.
1/5/2016 na roj grade pay 2800 ma thi grade pay 4200 highe pay scale ave to (1) date 1/7/2016 na roj rop-6 ma be increment laiy ne rop 7 date 1/7/2016 thi male ke nahi temaj next increment date kai ave 1/1/2017 ke 1/7/2017
ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ના નિયમ-૫ ના સ્પષ્ટીકરણ-૧ મુજબ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રાખવાનો વિકલ્પ એક વિદ્યમાન પગારધોરણ (ગ્રેડ પે)ના સંબંધમાં જ મળવાપાત્ર થાય છે. એટલે કે તા.૦૧/૦૧/૨૦૧૬ પછી જ્યારે બઢતી કે ઉ.પ.ધો. મળે તો તે તારીખ સુધી જ વિદ્યમાન પગારધોરણમાં ચાલુ રહી શકાય છે અને બઢતી કે ઉ.પ.ધો.ની તારીખથી ગ્રેડ પે બદલાતો હોવાથી ફરજીયાત સાતમું પગારપંચ સ્વીકારવું પડે ત્યારબાદના ઇજાફાની તારીખથી વિકલ્પ ન આપી શકાય એવું મારૂ અર્થઘટન છે.
U r great sir nice information 7 th pay by u….smt C S Sharma Add Treasury Officer Mehsana on dt24/8/16
Nice sir my promotion date 27/7 /16 Gr I to class2 …9300…34800..4400 to 9300 …34800..4600 my seventh pay 7/ 16 fix 60400 …27/7 /16 ..62200 fix:……pl guid me sir option necessary..:31-12 -15 no pay 17680+4400
તા.૦૧/૦૧/૨૦૧૬થી સાતમું પગારપંચ સ્વીકારો તો બઢતી તા.૨૭/૦૭/૨૦૧૬ના રોજ બઢતીના લેવલ-૮માં રૂ.૬૪૧૦૦ નક્કી થાય છે. જો બઢતી તા.૨૭/૦૭/૨૦૧૬ના રોજથી સાતમું પગારપંચ સ્વીકારો તો બઢતીના લેવલ-૮માં ૬૦૪૦૦ પગાર નક્કી થાય છે. તેથી તા.૦૧/૦૧/૨૦૧૬થી સાતમું પગારપંચ સ્વીકારો એ લાભદાયક જણાય છે.
હાજર તારીખ 25-06-2012 છે. 1-1-2016 થી 19-08-2016 સુધીમાં કોઈ ઇવેન્ટ નથી. તો 1-1-2016 નવો પગાર ફિક્સ થાય અને ઇંકરીમેન્ટ બંને એકસાથે મળવાપાત્ર થાય?
તા. 31/12/2015ના પગાર ઉપર તા.01/01/2016 નું ફિક્ષેશન થાય અને આગામી ઇજાફા તારીખ 01/07/2016 નક્કી થાય .
1/2/2016 thi promotion ave to 1/7/2016n the pay fix karee shakay ke nahi
ROP 2016 date 01/01/2016 thi athva haal na pay band-grade pay ma koi pan date thi svikari shakay. Promotion pachhi grade pay / level change thata hovathi tyar baad ni date 01/07/2016 thi svikari n shakay.
Nice Information.
Nice good
I impress with you sir
Verry easy and deep clarification of 7th pay option
Very Good,but examples of pay fixation in various cadre in case of electing 7th pay commission pay scale w.e.f.next increment date or subsequent promotion/H. P.S.pay scale receiving date after notification date are desirous. Thank you Badi Sir for your initial affords.
Please say about the provisions relating pensioners of gujarat govt in light of 7th pay commission.
As per FD GR dated 16/08/2016 para no. (9) pensioners will get benefit from pension of October paid in November 2016. Pensioners retired before 01/01/2016 will get pension as existing basic pension x 2.57 as new pension
Very good
Nice attempt to explain benefit of option.
સત્ય, પણ આવા કેસમાં અરીયર્સ રકમ કેટલી જતી કરવી પડે છે ગણતરી કરી ચકાસી લેવું જરૂરી છે.