કરંટ અફેર્સના રિડિંગની ત્રણ ટિપ્સ

કરંટ અફેરના રિડિંગને લઇને અનેક કંફ્યુઝીંગ ઓપ્શન્સ છે! રોજ અનેક દિલ્હીથી લઇને અમદાવાદ ગાંધીનગરની ઇંસ્ટિટયુટ્સના વિલોગ્ઝ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક કરંટ અફેર્સ, યુટયુબના વિડિયો, વોટ્સએપ ગ્રુપ, અનેક એપ પરના એમ.સી.ક્યુ. પ્રશ્નો સોલ્વ કરવા. દરેકમા ફેક્ટસના બોમ્બાર્ડિંગ વચ્ચે કેવી રીતે તૈયારી કરવી?

કેટલા સમયનુ વાંચન કરવું ?

જીપીએસસી માટે ૬ મહિના અને યુપીએસસી માટે ઓછામાં ઓછા ૧ વર્ષની ઘટનાઓનો અભ્યાસ કરવો જોઈએ. પરિક્ષામાં વેઇટેજ ૧૫% કે મેક્સીમમ ૨૫% કરતા વધુ નથી. રોજીંદા ૧ કલાકથી વધુ સમય આ વિષય માટે આપી શકાય નહિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની રેસ જીતવા બેલેંસ તૈયારી જરૂરી છે. અહિ, માસ્ટર ઓફ વન કરતા જેક ઓફ ઓલ જલદી સિલેક્ટ થાય છે. બધા વિષયોની બેલેંસ તૈયારી સફળતા અપાવે છે. આથી સ્ટેટિક વિષયો અને ડાયનામિક (રોજ નીતનવા) કરંટ અફેર્સ વચ્ચે સમયનું બેલેંસ જરૂરી છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં જસ્ટ એંટર જ થયા છે તેમણે સાંસ્કૃત્તિક વારસો, રાજ્યવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વિજ્ઞાાન અને પ્રૌધ્યોગિકી વગેરેનો અભ્યાસ બાકી છે તેમણે વધુ ધ્યાન તેની ઉપર આપવુ જોઇયે. કારણ કે આ સ્ટેટિક વિષયોની તૈયારી એક વખત કરવાની હોય છે અને આવનારી તમામ પરીક્ષાઓમા કામ લાગશે જ્યારે કરંટ અફેર્સનાપોઇંટ દરેક પરીક્ષા માટે નવા હોય છે. માટે દરેક પરીક્ષા માટે ફ્રેશ તૈયારી કરવી પડે! જે કેંડિડેટ્સ એકથી વધુ એટેમ્પ્ટ આપી ચુક્યા છે અને ટ્રેડિશનલ સબ્જેક્ટ પર ગ્રીપ સારી છે તેઓ કરંટમા વધુ સમય ઇંવેસ્ટ કરી શકે!

શું વાંચવું ?

યુપીએસસી/જીપીએસસી માટે કરંટ ડેવલપમેંટને તમારા સિલેબસ સાથે રીલેટ કરતા જાવ. કરંટ પોલીટી, (જેમ કે સંસદ અને વિધાનસભા દ્વારા ઘડાયેલ નવા કાયદા, સંવિધાન સુધારા, સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના ચુકાદાઓ-હાલમા ૯૭મા સંવિધાન સુધારા વિરુધ્ધ ગુજરાત હાઇકોર્ટ્નો ચુકાદો, લવ જેહાદ એક્ટની કેટલીક કલમો પર હાઇકોર્ટ દ્વારા આપવામા આવેલ સ્ટે) કરંટ ઇકોનોમી, ઇંટરનેશનલરિલેશન (હાલમાં અફઘાનીસ્તાનની સમસ્યા) વગેરે પ્રમાણે રિલેટ કરતા જાવ. ઇતિહાસનો સામ્પ્રત પર્સપેક્ટીવ સામાન્ય રીતે હોતો નથી પણ જેમ કે સરકારે જલીયાવાલાબાગનું રિનોવેશન કરી મેમોરિયલ ખુલ્લુ મુક્યુ તો આવા વિષયોના પ્રશ્નો આવવાની સમ્ભાવના વધી જાય છે. દરરોજના વાંચનને તથ્યપ્રધાન કરતા એનાલિટિકલ બનાવો. જેમ કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન દ્વારા સરકાર ૬ લાખ કરોડ બજારમાંથી ઉભા કરશે. આમાં ફેક્ટબેઝ એપ્રોચથી વાંચન કરનારા માત્ર રોડ, રેલ્વે, પાવર વગેરે ક્ષેત્રે કેટલા લક્ષ્યાંકો છે તે મેમરાઇઝ કરવાના પ્રયત્ન કરશે. પણ એનાલીટીકલ તૈયારી વધુ ડિપમા જશે. જેમ કે પ્રાઇવેટાઇઝેશન, ડિસઇંવેસ્ટમેંટ અને એન.એમ.પી.માશુ તફાવત છે? એવા મુદ્દાઓનો પણ અભ્યાસ કરવા પ્રયત્ન કરશે.

શેમાંથી વાંચન કરવું ?

ન્યુઝપેપર રિડિંગ બેસ્ટ છે. વધુ ભાર એડિટોરિયલ પર આપો કે જેમા કોઇ એક્સ્પર્ટ જે તે વિષયના રિસર્ચ સાથે તેને સમજાવતા હોય. સરકારનો એપ્રોચ એવો છે કે જે સરકારી અધિકારી હોય તેને સરકારના વલણ અને સરકારના પ્રશ્નો વિષે સારી એવી સમજ હોય. ઓફ કોર્સ આવનાર ઓફિસર પોઝીટિવ એટિટયુડ ધરાવતો હોય તે અપેક્ષિત છે. ખાનગી મિડિયા સરકાર માટે વધુ ક્રિટિકલ છે. આથી કદાચ એકતરફી વ્યુ મળે. સિક્કાની બીજી બાજુ જાણવા અને સમજવા માટે સરકારની માહિતી પર એક નજર કરો. આ માટે ‘યોજના’ અને ‘કુરુક્ષેત્ર’ બેસ્ટ છે. રાજ્યસભા ટીવી અને ડીડીન્યુઝ પણ ફોલો કરો. સરકારની વેબસાઇટ/વિકાસપિડિયા પર વિવિધ યોજનાઓની લેટેસ્ટ માહિતી પર એક ઉડતી નજર નાખો. આ ઉપરાંત કેટલીક થિંકટેંકના રિપોર્ટ જોઇ જાવ. જેમ કે દેશની સંસદ પર ‘પીઆરએસલેજીસ્લેટીવ રિસર્ચ’ના અહેવાલ, દેશની ચુટણી પર એસોસીએશન ફોર ડેમોક્રેટિકરેફોર્મ’ના રિપોર્ટ, ભારતીય સંરક્ષણ, ઇંડિયા ચાઇના જેવા ટોપિક્સનો અભ્યાસ કરવા વિવેકાનંદ ફાઉંડેશન, ઓઆરએફ દેશની થિંકટેંક ગણાય છે. આજ રીતે ‘ધ હિંદુ’ વર્તમાનપત્રના એડિટોરિયલમાં અનેક ટોપ બ્યુરોક્રેટ્સના આર્ટિકલ આવે છે. ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન ‘ગુજરાત’ મેગેઝીન પ્રકાશિત કરવામા આવે છે. જો આવા ઓથેટિકસોર્સનો ઉપયોગ કરશો તો નોલેજબેઝ મજબુત થશે! અને પ્રિલિમ ઉપરાંત મેઇન્સ કે ઇંટરવ્યુમા પણ સારો સ્કોર કરી શકશો!

આપનો પ્રતિભાવ આપવા વિનંતી છે